હોમ લોન માટે અમને મિસ્ડ કોલ કરો 80-55-600-700
દેવા મોકૂફી યોજના

આરબીઆઇનું નિયંત્રણ પેકેજ

કોવિડ -19 રોગચાળાએ આપણા અંગત, સામાજિક અને વ્યાવસાયિક જીવનને પ્રભાવિત કર્યું છે. આવા સમયે, અમે આપને સાવચેતી રાખવા અને સરકારની સલાહ મુજબ સાવચેતીના પગલાં લેવાની વિનંતી કરીએ છીએ. અમે COVID-19 રોગચાળાને કારણે ઉભી થયેલી નાણાકીય કટોકટીઓ અને મુશ્કેલીઓને સમજીએ છીએ.

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ કોવિડ -19ના કારણે ઉદભવેલ દેણગી સેવાઓના ભારને ઘટાડવા અને શક્ય વ્યવસાયોની સત્યતાને સુનિશ્ચિત કરવા માટે કેટલાક નિયમનકારી પગલાંની જાહેરાત કરી છે. (આરબીઆઈ નોટિફિકેશન સંદર્ભ નં.: આરબીઆઈ / 2019-20 / 186 ડીઓઆર. નંબર બીપી. બીસી. 47 / 21.04.048 / 2019-20 "કોવિડ -19 - રેગ્યુલેટરી પેકેજ" તારીખ 27 માર્ચ, 2020) રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ ધિરાણ આપતી સંસ્થાઓને 1 માર્ચ, 2020 થી 31 મે, 2020 ની વચ્ચે બાકી પડતા હપ્તાઓની ચુકવણી પર ત્રણ મહિનાની વધારાની મુદતની મંજૂરી આપી હતી. આ સમયગાળા માટે વ્યાજ વસૂલવામાં આવશે અને સમગ્ર લોનના સમયગાળા દરમિયાન તેની ઋણમુક્તિ કરવામાં આવશે.

COVID-19 દ્વારા ઉદભવેલ પરિસ્થિતિઓને કારણે લોકડાઉનના સમય વધુ વિસ્તરણને ધ્યાનમાં રાખીને, આરબીઆઈએ દેવા મોકૂફી માટેની અવધિ વધુ ત્રણ માસ માટે લંબાવી 1 જૂન, 2020 થી 31 ઓગસ્ટ, 2020 સુધી એટલે કે કુલ છ માસ માટે આ અવધિ લંબાવી છે. (1 માર્ચ, 2020 થી 31 ઓગસ્ટ, 2020 સુધી).

દેવા મોકૂફી માટેનું કેલ્ક્યુલેટર

મોરેટોરિયમ દરમિયાન સંચિત વ્યાજના પ્રભાવનો અંદાજ કાઢવા માટે મોરેટોટિયમ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. તદનુસાર, તમે ઇએમઆઇમાં વધારો અથવા લોનની શેષ અવધિમાં વધારો કરવાનું પસંદ કરી શકો છો. કૃપા કરીને નોંધ લેશો કે આ ફક્ત નિદર્શન હેતુ માટે છે, વાસ્તવિક આંકડાઓ બદલાઇ શકે છે.
 • લોનની રકમ
 • લોનનો સમયગાળો
  Months
 • વ્યાજદર
  %
 • ચૂકવેલ ઇએમઆઇ
  Months
મોકૂફીનો સમયગાળો
star
લોનના સમયગાળામાં વધારો
સમાન ઇએમઆઈ સાથે
months
ઇએમઆઇમાં વધારો
એકસમાન મુદત સાથે

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો (એફએક્યુ)

 • 1મોરેટોરીયમ એટલે શું?+-

  મોરેટોરીયમ એ એક રજા જાહેર કરવાનો એક પ્રકાર છે- આ એક પુન:ચુકવણી માટેની રજા છે જેમાં ઋણ લેનારને મોરેટોરીયમની અવધિ દરમ્યાન ચુકવણી ન કરવાનો વિકલ્પ આપવામાં આવે છે. લાગુ પડતું વ્યાજ, મોરેટોરીયમના સમયગાળા દરમ્યાન બાકી રહેલ લોનની રકમ ઉપર ભેગુ થશે.

 • 2COVID-19 દ્વારા ઉદભવેલ આર્થિક કટોકટીને પહોંચી વળવા આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલી યોજના શું છે?+-

  આરબીઆઈ અનુસાર ( આરબીઆઈ નોટિફિકેશન રેફ નં. : આરબીઆઈ / 2019-20 / 186 ડીઓઆર. નંબર બીપી. બીસી. 47 / 21. 04. 048 / 2019-20 “ કોવિડ -19 - નિયમનકારી પેકેજ ” તા. 27 માર્ચ, 2020. ), તમામ ધિરાણ આપતી સંસ્થાઓને તેના ગ્રાહકોને ઇ.એમ.આઈ. / પૂર્વ ઇ.એમ.આઈ. પર, 1 લી માર્ચ, 2020 થી 31 મે, 2020 ના સમયગાળા અંતર્ગત ત્રણ મહિના સુધીની ચુકવણી સ્થગિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. વન્ડર હોમ ફાઇનાન્સ લિમિટેડ તેના તમામ હાલના ઋણદાતાઓ માટે, માર્ચ 2020 સુધીના તમામ ઇએમઆઇ માટે ચૂકવણી કરવામાં આવેલ હોય તે સંજોગોમાં 1 એપ્રિલ, 2020 થી 31 મે, 2020 સુધીના ઇએમઆઈ / પૂર્વ ઇ.એમ.આઈ. પર વિલંબિત સમયગાળાની બે માસની વધારાની મુદત પૂરી પાડે છે. વ્યાજ બાકી રહેલ મુદ્દલ રકમ પર મુદત અવધિ દરમિયાન એકત્રિત થશે.

 • 3શું મોરેટોરીયમ મુદ્દલની ચુકવણી, વ્યાજની ચુકવણી કે બંને ઉપર લાગુ પડશે?+-

  મોરેટોરીયમ મુદ્દલ અને વ્યાજ બંને ઘટકો માટે લાગુ થશે, એટલે કે મોરેટોરીયમ એવી તમામ લોન પર લાગુ પડે છે જેમાં ગ્રાહકો ઇએમઆઇ અથવા પૂર્વ ઇએમઆઇ ચૂકવે છે. વ્યાજની રકમ, લાગુ પડતાં વ્યાજના દરે, વધારાની મુદતના સમયગાળા દરમ્યાન લોનના બાકી ભાગ પર એકત્રિત થશે

 • 4શું મોરેટોરીયમની અવધિ પછી મારે બાકી બધા ઇએમઆઇ એકસાથે ચુકવવાના રહેશે+-

  ના, તમે ઇએમઆઈમાં અથવા મોરેટોરીયમ અવધિ પછી બુલેટ પેમેન્ટમાં ચૂકવણી કરી શકો છો. તમારી લોનની ચુકવણી માટે સુધારેલ શેડ્યૂલ બનાવવામાં આવશે. ઇએમઆઈ અને / અથવા બાકી કાર્યકાળમાં ફેરફાર થઈ શકે છે. જે બાબતે અમે તમને સુધારેલા ચુકવણીના સમયપત્રક સાથે જાણ કરીશું

 • 5આ ઇએમઆઇ માફી છે કે મોકૂફી?+-

  આ માફી નથી, પરંતુ વિલંબિત છે. મુદત અવધિ દરમ્યાન તમારી લોન પર વ્યાજ એકત્રિત થતું રહેશે. પરિણામે કાં તો લોનની બાકીની મુદત લંબાવી શકાય છે અથવા એકત્રિત થયેલ વ્યાજની રકમ સાથે લોનની ચુકવણી કરવા માટે ઇએમઆઈ વધારી શકાય છે. મુદત અવધિ દરમિયાન વ્યાજનું મૂડીકરણ કરવામાં આવશે અને તમારે સુધારેલા ચુકવણીના સમયપત્રક મુજબ ઇએમઆઇ ચૂકવવાની રહેશે

 • 6શું મોરેટોરીયમની અવધિ દરમ્યાન નિયમ મુજબ ઇએમઆઇ / પ્રિ-ઇએમઆઇ ચૂકવવાનો વિકલ્પ મને ઉપલબ્ધ છે? +-

  મોરેટોરિયમ, એ આવી પડેલ આ મુશ્કેલરૂપ પરિસ્થિતિને લીધે જે ગ્રાહકો આર્થિક મુશ્કેલી અથવા નાણાકીય રોકડ રકમની તંગીનો સામનો કરી રહેલ હોય તેવા ગ્રાહકોને રાહત આપવામાં આવે છે. જો કે, જો તમે તમારા મૂળ સમયપત્રક મુજબ તમારા ઇએમઆઇ / પૂર્વ ઇએમઆઇ ની ચુકવણી ચાલુ રાખવાની ઇચ્છા રાખતા હો, તો તમે મોરેરેટિયમને નકારી શકો છો

 • 7શું મોરેટોરીયમ યોજનાની પસંદગી કરવાથી મારા ક્રેડિટ સ્કોરે ઉપર વિપરીત અસર પડી શકે છે+-

  ના, મોરટોરિયમ અવધિ દરમિયાન ઇએમઆઈ / પૂર્વ ઇએમઆઈ ચૂકવણીની મુલતવી તમારા ક્રેડિટ સ્કોરને અસર કરશે નહીં. મુદત અવધિ દરમ્યાન, ઇએમઆઈ / પૂર્વ ઇએમઆઈની પ્રાપ્તિની ક્રેડિટ બ્યુરોઝને ડિફોલ્ટ તરીકે વર્ગીકૃત કરવામાં / જાણ કરવામાં આવશે નહીં.

 • 8શું આરબીઆઈના આ તમામ પગલાંઓને "પુનર્ગઠન" તરીકે માનવામાં આવશે? લાગુ જોગવાઈઓનું શું?+-

  ઋણ લેનારાઓને કોવિડ-19 થી આવી પડેલ આર્થિક પડતી પર કાબૂ મેળવવા માટે ખાસ કરીને મોરેરેટિયમ / વિલંબ / પુન:ગણતરી પ્રદાન કરવામાં આવી રહી છે. તેથી, ઋણ લેનારાઓની આર્થિક મુશ્કેલીને લીધે લોન કરારના નિયમો અને શરતોમાં ફેરફાર તરીકે માનવામાં આવશે નહીં અને તેથી આવા પગલાં સંપત્તિના વર્ગીકરણના ડાઉનગ્રેડમાં પરિણમશે નહીં.

 • 9મોરેટોરીયમની પસંદગી કઈ રીતે કરવી? +-

  COVID-19 પર આરબીઆઈના નિયમનકારી પેકેજ મુજબ, અમે અમારા તમામ ગ્રાહકોને હપ્તાઓની ચુકવણી માટે મોરટેરિયમ આપ્યું છે. વન્ડર હોમ ફાઇનાન્સ તેના તમામ હયાત ઋણ લેનારાઓ સાથે જોડાશે અને ઋણ લેનારાઓને મોરેટોરીયમ બાબતની સમજણ વિશે માર્ગદર્શન આપશે. વધુ સહાયતા માટે, કૃપા કરીને અમને અમારા ટોલ ફ્રી નંબર 1800-102-1002 પર કોલ કરો.