


આપના સપનાના ઘર માટે કિફાયતી દરે


₹ 2.67 લાખ સુધીનો લાભ મેળવો.
પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) હેઠળ હવે તમે તમારા પહેલા ઘરની ખરીદી પર ₹ 2.67 લાખ સુધીની સબસિડી મેળવી શકો છો. આ યોજના વર્ષ 2022 સુધીમાં ‘બધા માટે આવાસો’ ની પરિકલ્પના કરે છે, અને તે જ વર્ષમાં આપનો દેશ સ્વતંત્રતાના 75 વર્ષ પણ પૂર્ણ કરે છે. આ યોજના હેઠળ, ભારતના શહેરોમાં વસતાં ગરીબોના ફાયદા માટે ઇકો ફ્રેન્ડલી બાંધકામ પદ્ધતિઓનો ઉપયોગ કરીને કેટલાંક પસંદ કરેલા શહેરો અને નગરોમાં પોષાય તેવી કિંમતના મકાનો બનાવવામાં આવશે
#તમારા પહેલાં ઘર માટે પહેલ કરો
હોમ લોન વિષે
ઘરની ખરીદી માટે લોન
નવા ઘરમાં તરત જ જવા માટે તૈયાર મકાન કે ફ્લૅટ માટેની લોન
પ્લોટની ખરીદી + બાંધકામ માટેની લોન
ખુલ્લા પ્લોટની ખરીદી અને તેની ઉપર બાંધકામ કરવા માટેની લોન
મકાનનાં બાંધકામ માટેની લોન
પોતાની માલિકીના ખુલ્લા પ્લોટ ઉપર બાંધકામ કરવા માટેની લોન
ઘરના વિસ્તરણ માટેની લોન
પોતાની મિલકતના વિસ્તરણ માટે લોન એટલે કે જો ગ્રાઉંડ ફ્લોર બાંધેલ હોય અને ગ્રાહક પહેલાં માળનું અથવા તેની ઉપર વધુ બાંધકામ કરવા માંગતા હોય.
સમારકામ અને નવીનીકરણ માટેની લોન
હાલના મકાનના સમારકામ અને નવીનીકરણ માટેની લોન ઉપલબ્ધ છે



- ઇએમઆઇની ગણતરી
- લાયકાત માટેની ગણતરી
- બાકી રકમ તબદીલ કરવા માટેની ગણતરી
ડબ્લ્યુએફએફએલ હોમ લોન ઇએમઆઈ કેલ્ક્યુલેટર તમને લાગુ પડતાં વ્યાજ દર અને ઇએમઆઈની રકમની માહિતી આપી તમને સમજદારીપૂર્વક નિર્ણય લેવાની સલાહ આપે છે. યાદ રાખો કે વ્યાજ દર અને તમારી લોનનો સમયગાળો તમારા ઇએમઆઈને નક્કી કરવા માટેનાં મહત્વપૂર્ણ ઘટકો છે. તમે તમારી હોમ લોન પર કેટલાં ઇએમઆઇ ચૂકવશો તે જાણવા માટે, ડબલ્યુએચએફએલના ઇએમઆઇ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો, અને તમારું આયોજન સરળ બનાવો.
- લોનની રકમ₹
- વર્ષYears
- વ્યાજદર%

અમારાં લાભદાયક મુદ્દાઓ
ઝડપી મંજૂરી
અમારી ઝડપી હોમ લોન મૂલ્યાંકનની પ્રક્રિયા સાથે આપની હોમ લોનની કાર્યવાહીમાં આપે કોઈ બિનજરૂરી સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. અમે પારદર્શિતા સાથે ફક્ત ત્રણ દિવસમાં ઝડપી લોન મંજૂરીના નિર્ણયો લઈ છીએ.
કોઈ ગુપ્ત કે છુપા રાખવામા આવેલ ખર્ચા નહીં
અમે પારદર્શિતમાં માનીએ છીએ. અને માટે જ હોમ લોન મેળવવાના શ્રેષ્ઠ અનુભવ માટે અમે અમારા નિર્ધારિત ફી સિવાય વધારાના કોઈ ખર્ચ ક્યારેય આપની ઉપર લાગુ કરીશું નહીં.
ઓછામાં ઓછાં દસ્તાવેજો
કંટાળાજનક અને સમય માંગી લેતી દસ્તાવેજી પ્રક્રિયાને અલવિદા કહો. અમે આ મુસાફરીના દરેક પગલે આપના સાથીદાર બનવા માંગીએ છીએ, જેમાં લોન માટેના જરૂરી દસ્તાવેજો/અન્ય કાગળો તૈયાર કરવામાં આપની મદદ કરવાનો પણ સમાવેશ થાય છે
નીચા વ્યાજ દરો
અમે અમારા ગ્રાહકોને તેમના પ્રોફાઇલના આધારે સૌથી વધુ કિફાયતી વ્યાજ દર ઓફર કરવાનો પ્રયત્ન કરીએ છીએ
હોમ લોન માટેના જરૂરી દસ્તાવેજો
ઓળખ માટેના પુરાવાઓ
મતદાન કાર્ડ, આધાર કાર્ડ, માન્ય પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ.
રહેઠાણના પુરાવાઓ
મતદાન કાર્ડ, આધાર કાર્ડ, માન્ય પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, માન્ય ભાડા કરાર, અરજદાર/સહઅરજદારના નામના વપરાશના બિલ
આવકના પુરાવાઓ
ત્રણ માસની પગાર સ્લીપ, 6 માસનું તાજેતરનું બેન્ક સ્ટેટમેંટ, છેલ્લું ફોર્મ 16/ આઇટીઆર, જો પોતાનો વ્યવસાય હોય તો, છેલા એક વર્ષનું બેન્કીંગ
મિલકતના જરૂરી પુરાવાઓ/દસ્તાવેજો
મકાનને લગતા સંપૂર્ણ દસ્તાવેજો, વેચાણખતની નકલ (જો કરવામાં આવેલ હોય તો), ફાળવણીપત્રની નકલ (લાગુ પડતું હોય તો), બાંધકામના અંદાજો
અન્ય દસ્તાવેજો
ચાલુ લોનનું સ્ટેટમેંટ, એસઓએ/ બંધ થયા બાબતનો પત્ર
વારંવાર પુછવામાં આવતાં પ્રશ્નો (એફએક્યુ)
1વન્ડર હોમ ફાઇનાન્સ હોમ લોન શું છે? +-
વન્ડર હોમ ફાઇનાન્સમાં, અમે ઓછી અને મધ્યમ આવક ધરાવતા આવાસ-ક્ષેત્રની અનન્ય જરૂરિયાતોને સમજીએ છીએ જ્યાં ગ્રાહકો તેમનું પોતાનું મકાન બનાવવા માટે આતુર હોય છે. મિલકતની ખરીદીને સરળ બનાવવા માટે અમે તમારી દરખાસ્તોની પ્રક્રિયા સ્થાનિક સ્તરે કરીએ છીએ. પ્રતિસ્પર્ધાત્મક હોમ લોનના વ્યાજ દર, બહુવિધ ઉત્પાદનના વિકલ્પો અને સમર્પિત વ્યાવસાયિકોની એક ટીમ, અમારી સેવાઓ તમારા ઘર આંગણે લઈ આવે છે.
2અમારા દ્વારા કયા કયા પ્રકારની હોમ લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે+-
મિલકતના બાંધકામ અને ખરીદી માટે. મકાન બાંધવાના પ્લોટ ખરીદવા માટે. ફરીથી વેચાણ, નવીનીકરણ / ગૃહ સુધારણા અને હાલના મકાનના વિસ્તરણ માટે. જમા રકમની તબદીલી અને કેટલાક નક્કી કરેલ ધિરાણકર્તાઓ પાસેથી હાલની લોનની ઉપર વધારાની રકમ મેળવવા માટે. વ્યક્તિગત તેમજ વ્યવસાય-હેતુ માટે, હયાત મિલકતની સામે પણ લોન ઉપલબ્ધ કરી શકાય છે.
3લોન માટેની પ્રક્રિયા શું છે?+-
પગલું 1: કેવાયસી, આવક, મિલકતના ટાઇટલ બાબતના દસ્તાવેજો અને મૂલ્યાંકન માટેના બધા જરૂરી દસ્તાવેજો સાથે લોન એપ્લિકેશન સબમિટ કરો. પગલું 2: તપાસ કરવા માટે, વ્યક્તિગત ચર્ચા અને ટેલિ-ચકાસણી માટે અધિકારીઓએ દ્વારા મુલાકાતો. પગલું 3: આવક, મિલકતના ટાઇટલ બાબતના દસ્તાવેજો અને મૂલ્યાંકન સંબંધિત તમામ બાબતોની ચકાસણી પછી, મંજૂરીનો નિર્ણય લેવામાં આવે છે. પગલું 4: લોનના પ્રકાર પર આધાર રાખીને, વિતરણ માટે બધા જરૂરી દસ્તાવેજોની રજૂઆત અને ચકાસણી પછી લોન રકમનું વિતરણ. તમારી અરજી ઉપર યોગ્ય રીતે ધ્યાન આપવામાં આવે છે તેની ખાતરી કરવા અને ઉચ્ચતમ સ્તરની ગુપ્તતા જાળવવા માટે, બધી મહત્વની આંતરિક પ્રક્રિયાઓ કંપનીની સમર્પિત અને જાણકાર ઇન-હાઉસ ટીમ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.
4મારે અરજી કઈ રીતે કરવી?+-
તમારી સંપર્કોની વિગતો અહીં મૂકો અથવા hello@wonderhfl.com પર અમને લખો અથવા આપની નજીકની શાખામાં અમારી મુલાકાત લો.
5શું આપના ઉત્પાદનોમાં પૂર્વ-ચુકવણી અથવા આંશિક-ચુકવણીનું સુવિધા ઉપલબ્ધ છે? +-
હા. તમે નિયત નિયમો અને શરતોને આધિન અને સમય સમય પર એનએચબી દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા અનુસાર, લોન ચૂકવણી કરી શકો છો અથવા તેના ભાગની ચૂકવણી કરી શકો છો.
6હું મહત્તમ કેટલી રકમની લોન મેળવી શકું?+-
લોનની રકમ આપની આવક અને મિલકતના મૂલ્યાંકનને આધિન છે.
7મારે માટે લોનના સમયગાળા બાબતે કયા વિકલ્પો ઉપલબ્ધ છે? +-
તમે 5 થી 20 વર્ષ દરમિયાનના સમયગાળાના વિકલ્પો પસંદ કરી શકો છો.
8શું હું બેન્ક ખાતા વગર પણ હોમ લોન મેળવી શકું?+-
ના, તમારે છેલ્લા 6 મહિનાના બેંક સ્ટેટમેન્ટ રજૂ કરવા આવશ્યક છે.
9શું હું મારી લોન ઉપર આવકવેરામાં છૂટ મેળવી શકું?+-
હા, તમે હાલના ટેક્સ સ્લેબ મુજબ આવકવેરામાંથી છૂટ મેળવી શકો છો.
10હજી પણ કોઈ શંકા છે? +-
પ્રક્રિયાથી સંબંધિત પ્રશ્નો મેળવવા માટે, કૃપા કરીને ફોર્મ ભરો અને અમારી ટીમ તમારો સંપર્ક કરશે।
અમે તમને કેવી રીતે મદદ કરી શકીએ?
હોમ લોન મેળવવાની શોધમાં છો?
જો આપને અમારા લોન ઉત્પાદનો બાબતે કોઈ ગૂંચવણ કે પ્રશ્નો હોય તો, નિ:સંકોચ અમારો સંપર્ક કરો. અમારા ગ્રાહક સંપર્ક અધિકારીઓ આપણે સહાય કરવા માટે ફોન કરશે